fbpx
ગુજરાત

આજે વસંત પંચમી – જીવજંતુ કલ્યાણ દિવસ તરીકે ઉજવાશે

ગુજરાતમાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી આગામી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી લંબાવાઈગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગત તા. ૧૪ જાન્યુઆરીથી તા. ૩૦ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવી હતી. બીજી બાજુ તાજેતરમાં જ ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દર વર્ષે તા.૧૪ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધીના સમયગાળાને “પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ મહિના” તરીકે ઉજવવાનો ર્નિણય કર્યો છે.

સમગ્ર દેશમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે કરેલી આ પહેલના અનુસંધાને ગુજરાતમાં પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી આગામી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી લંબાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડની સૂચનાથી વસંત પંચમીના દિવસે એટલે કે આવતીકાલ તા. ૨ ફેબ્રુઆરીને “જીવજંતુ કલ્યાણ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.

Follow Me:

Related Posts