રિપેરિંગની કામગીરી ચાલુ હોવાના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (દ્ગૐછૈં) દ્વારા જનહિતમાં ર્નિણય
રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (દ્ગૐછૈં) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (દ્ગૐ-૭૫૪દ્ભ) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-૪માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં ૨૮.૭૧ કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. દ્ગૐછૈંએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૫ જુલાઇ ૨૦૨૫ સવારે ૮ વાગ્યાથી આ ર્નિણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી ૨૮.૭૧ કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.
રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી ૧૨૫ કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્ક આયોજન છે .
Recent Comments