હવામાન વિભાગે આગામી બે અઠવાડિયાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું જોર હજું ઓછામાં ઓછું એક અઠવાડિયું ઘટવાની શક્યતા જણાતી નથી. પરંતુ, સોમવાર (25 ઓગસ્ટ)થી રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, આગામી અઠવાડિયામાં ત્રણ સિસ્ટમ સક્રિય થશે. જેમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, સમુદ્ર સપાટીએ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેના કાંઠા પર ઓફશોર ટ્રોફ, મોન્સૂન ટ્રોફ અને મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનને ધ્યાને લઈને આગામી એક અઠવાડિયું રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યું છે અને સૌરાષ્ટ્રમાં ઝાપટા વરસ્યા હતા. પરંતુ, હવે ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ધડબડાટી બોલાવશે.


















Recent Comments