અમરેલી

માહિતી આપવામાં ધાંધિયા, ઉત્તર  ઝોનના એસ્ટેટ અધિકારી સુશ્રી મિનાક્ષીબેન જી. દરજી ને બે   હજારનો દંડ

મિલકતની માહિતી જ ન આપી, આયોગને સંતોષજનક ખુલાસો ન કર્યો

માહિતી આપવામાં ધાંધિયા, ઉત્તર  ઝોનના એસ્ટેટ અધિકારીને બે  હજારનો દંડ

એક માસમાં દંડ ન ભરે તો તેમના પગારમાંથી કાપી લેવાનો પણ આયોગનો હુકમ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નરોડા દક્ષિણ વોર્ડ,  ઉત્તર  ઝોનના જાહે૨ માહિતી અધિકારી અને ટાઉન ડેવલપમેન્ટ ઈન્સ્પેક્ટરે અરજદાર જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયાને માંગ્યા મુજબની માહિતી આપવામાં અને આયોગને યોગ્ય સંતોષકારક ખુલાસો કરવામાં બેદરકારી દાખવતા ગુજરાત માહિતી આયોગે તેમને બે  હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ જમા ન કરે તો ૧૫મી ઓગસ્ટ સુધીમાં તેમના પગારમાંથી કાપી લઈ આયોગમાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે.

ફરિયાદી જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયા દ્વારા ગુજરાત માહિતી આયોગમાં ફરીયાદ દાખલ  કરવામાં આવી હતી.

નરોડા દક્ષિણ વોર્ડ,  ઉત્તર  ઝોનના કચેરીના માહિતી અધિકારીએ અરજદારે જે મિલકતની માહિતી માંગી હતી તે અધુરી અને અપુરતી માહિતી આપવામાં આવી હતી. તેમજ ફરી ચકાસણી કરી, ખુલસો કરી માહિતી આપવા હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી માહિતી અધિકારી સુનાવણી વખતે હાજર રહ્યા ન્હોતા અને તેમના પ્રતિનિધિ ને હાજર કરી કોઇ ખુલાસો કર્યો ન્હોતો. 

ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદીએ જાહેર માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અરજીમાં જે મિલકતની માહિતી માંગવામાં આવેલ છે તે પુરતી નહીં હોવાનું  અને અધુરી હોવાનું જણાવેલ છે. તેમજ ફરિયાદીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે જાહેર માહિતી અધિકારીએ ઈરાદાપૂર્વક સાચી માહિતી આપવામાં આવેલ નથી અને સંતોષકારક જવાબ આયોગને આપેલ નથી. ફરિયાદના આક્ષેપો અન્વયે માહિતી અધિકારીના પ્રતિનિધી કોઈ રજૂઆત ન કરતાં જાહેર માહિતી અધિકારીએ ફરીયાદીને માંગ્યા મુજબની માહિતી આપવામાં અને આયોગને સંતોષકારક ખુલાસો કરવામાં બેદરકારી દાખવવા બદલ આયોગે જાહેર માહિતી અધિકારી અને ટાઉન ડેવલપમેન્ટ ઈન્સ્પેક્ટર, નરોડા દક્ષિણ વોર્ડ,  ઉત્તર  ઝોન અધિકાર સુશ્રી મિનાક્ષીબેન જી. દરજી  ને બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની રકમ તેઓએ પોતાના પગાર/ભંડોળમાંથી ભરપાઈ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Related Posts