ગુજરાત

ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપારીઓએ 3.50 કરોડના સોદા કર્યા

ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતાં.ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ મગનો સોદો અને બાદમાં તેલ, ઘી, ગોળ, ખાંડ સહિતનાં સોદા કરવામાં આવ્યા હતા. આજનાં દિવસે જથ્થાબંધ બજારમાં રૂ.3.50 કરોડથી વધુ રકમનાં મૂહૂર્તનાં સોદા થયા હતાં.આ તકે દલાલ એસોસિએશનનાં પ્રમુખ હિતેશભાઇ ઠક્કરે જણાવ્યુ હતું કે, બજાર પ્રમુખ મેહુલભાઇ ઠક્કરનાં માર્ગદર્શનમાં જથ્થાબંધ બજારની પરંપરા મુજબ લાભ પાંચમના દિવસે સવારે ભુજંગદેવની પૂજા, અર્ચના, આરતી બાદ સ્વામિનારાયણ મંદિરનાં સંતો અને ધારાસભ્યનાં હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું.પ્રથમ મગનું રૂ.91.25ના ભાવથી વેચાણ કરવામાં આવ્યું હતું.કિશોર શિવલાલ શાહ પાસેથી ધિરેન્દ્ર દયારામે મગની ખરીદી કરી હતી. હાલે બજારમાં આશરે 450 જેટલા વેપારીઓ છે, જેમણે કાંટા પૂંજન બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી. બાદમાં ગોળ, મગ, અનાજ, તેલ, ચોખા, ભૂસો, ખોળ સહિતનો વ્યાપાર કરવામાં આવ્યો હતો. સાંજ સુધીમાં અંદાજીત રૂ.3.50 કરોડથી વધુનો વ્યાપાર થયો હતો.

Related Posts