ગુજરાત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર વધી ટ્રાફિકની સમસ્યા; કલાકો સુધી જોવા મળે છે લાંબી કતારો

મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર વડોદરાથી કરજણ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા રોજેરોજ તૂટી રહી છે ત્યારે સવારથી લગભગ 10 કિલોમીટર જેટલો જામ લાગતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. વડોદરાથી કરજણ વચ્ચે બે વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને તેને કારણે રોજે રોજ હવે ટ્રાફિકજામ થવા માંડ્યો છે. છેલ્લા બે દિવસથી ચારથી પાંચ કિલોમીટરનો જામ થાય છે ત્યારે આજે ફરી એકવાર સવારથી ખાડાઓને કારણે ટ્રાફિક જામ થયો છે. 

બિસ્માર રોડ રસ્તાની સમસ્યા માત્ર એક રોડ કે એક રસ્તા પૂરતી નથી પરંતુ અનેક રસ્તાઓ તેમજ નેશનલ હાઈવે પર આ સમસ્યા જોવા મળે છે. જ્યા હજારો લોકો બસ ગાડી થી મુસાફરી કરે છે. તેવામાં લોકો હવે બિસ્માર રોડ રસ્તા થી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના કારણે ટ્રાવેલર્સ કંપનીને પણ સમસ્યા ઉભી થઈ છે.

વધુ એક નેશનલ હાઈવે બિસ્માર હોવાની ફરિયાદ ઉઠી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર જોવા મળી રહી જ્યાં રોજ હજારો ગાડીઓ પસાર થાય છે અને આ તમામ ગાડીઓની હાલાકી પડી રહી છે. 

Related Posts