ભાવનગર પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે ભાવનગર જિલ્લાના વલભીપુર
તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની તાલીમ યોજાઈ હતી.આ તાલીમમાં ૯૦ જેટલાં ખેડૂતોએ ઉત્સાહભેર
ભાગ લીધો હતો.
તાલીમ કાર્યક્રમમાં જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતની
પ્રાયોગીક તાલીમથી ખેડૂતોને અવગત કરવામાં આવ્યાં હતાં. કૃષિ કર્મચારીઓ અને તાલીમદાતાઓએ ખેડૂતોની
હાજરીમાં જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની પ્રાયોગિક રીત બતાવી હતી. સાથે જ તેનો ઉપયોગ કેવી રીતે
કરવો, પાક પર છંટકાવ કરવાની યોગ્ય પદ્ધતિ અને સમયગાળો અંગે માર્ગદર્શન અપાયું હતું.
આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને
વલ્લભીપુર આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના
માસ્ટર ટ્રેનર શ્રી મહેન્દ્ર કવાડ, ખેતી મદદનીશ શ્રી મંદીપસિંહ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સવિશેષ માહિતી આપવામાં
આવી હતી.
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની તાલીમ યોજાઈ


















Recent Comments