ભાવનગર

ગારિયાધારના રૂપાવટી ગામે ક્લસ્ટરબેઇઝ વિલિંગ ફાર્મરની પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઇ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ભાવનગર દ્વારા નોન–મિશન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જિલ્લાકક્ષાની
તાલીમ અંતર્ગત ગારિયાધાર તાલુકાના રૂપાવટી ક્લસ્ટરના રૂપાવટી ગામે વિલિંગ ફાર્મરની તાલીમનું આયોજન
કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૩૮ ભાઈઓ તથા ૩૦ મહિલાઓ મળી કુલ ૬૮ ખેડૂતોએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તાલીમ પ્રાકૃતિક ખેતીની સવિશેષ માહિતી ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની સચોટ અને
પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત ખાટી છાશ, બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર વિશે પ્રગતિશીલ ખેડૂત શ્રી
વિજયગીરી ગૌસ્વામી તેમજ માસ્ટર ટ્રેનર શ્રી મહેન્દ્ર કવાડ તેમજ તાલુકા પ્રોજેક્ટ મેનેજર વિરલ મકવાણા દ્વારા
આપવામાં આવી હતી.

Related Posts