ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ભાવનગર દ્વારા નોન–મિશન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જિલ્લાની
તાલીમ અંતર્ગત શિહોર તાલુકાના ઢુંઢસર ક્લસ્ટરના ગુંદાળા (ટાણા) ગામે વિલિંગ ફાર્મરની જિલ્લા અંદર તાલીમનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૪૩ ભાઈઓ તથા ૩૬ મહિલાઓ મળી કુલ- ૭૯ ખેડૂતોએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સવિશેષ માહિતી જીવામૃત અને ઘનજીવામૃત
બનાવવાની સચોટ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
શિહોરના ગુંદાળા ગામે ક્લસ્ટર બેઇઝ વિલિંગ ફાર્મરની પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઇ



















Recent Comments