આત્મા પ્રોજેક્ટ અને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ – NMNF અંતર્ગત અમરેલીના ધારી તાલુકાના દુધાળા ગામે પ્રાકૃતિક કૃષિની સફળતાપૂર્વક તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં આશરે ૧૦૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંબંધિત વિવિધ ટેકનિક, પદ્ધતિઓ તથા તેના લાભોની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે પ્રવર્તમાન સમયમાં સૌથી જરૂરી, ખર્ચ બચતકારક અને પર્યાવરણ માટે હિતાવહ પદ્ધતિ છે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ જીડ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે પ્રેરક સંબોધન કર્યું હતું અને ખેડૂતોને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
ATMA- અમરેલી દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમનો હેતુ જીલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારી વધુ ખેડૂતોને આ દિશામાં પ્રેરિત કરવાનો હતો


















Recent Comments