લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી નિર્મૂલન અંતર્ગત તાલીમ નું આયોજન લાઠી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રાષ્ટ્રીય ટી બી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આવતા ૧૦૦ દિવસ માં કેમ્પેન મોડ માં ટીબી ના શંકાસ્પદ દર્દીઓ શોધવા માટે કામગીરી નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૬૦ વર્ષ થી ઉપર ની વય ધરાવતા તમામ નાગરિકો, બીપી, ડાયાબિટીસ જેવા રોગ ના દર્દીઓ, તમાકુ અને આલ્કોહોલ નું વ્યસન ધરાવતા લોકો, ઝૂંપડપટ્ટી કે ફેક્ટરી સાઇટ પર વસવાટ કરતા લોકો વગેરે ટીબી રોગ થવા માટે શંકાસ્પદ તમામ ની મુલાકાત કરી આરોગ્ય તપાસ, એક્સ રે અને ગળફા ની લેબોરેટરી તપાસ કરી પોઝીટીવ દર્દીઓ ને સારવાર આપવા માં આવશે. જેના ભાગ રૂપે લાઠી તાલુકા ના તમામ આરોગ્ય કર્મીઓ ની તાલીમ લાઠી આરોગ્ય કચેરી ખાતે યોજાઈ હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા, નિમેશ મેશીયા, મોનિકા દેથળિયા, બાલમુકુંદ જાવિયા એ કાર્યક્રમ ના તમામ પાસાઓ ની તાલીમ આપી હતી. તેમજ આ કાર્યક્રમ માં આરોગ્ય તંત્ર ને સાથ સહકાર આપી ટીબી નિર્મૂલન માં સહભાગી બનવા લોકો ને અપીલ કરી હતી.
લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી નિર્મૂલન અંતર્ગત તાલીમ નું આયોજન

Recent Comments