ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજુલા નગરપાલિકાના ૩૩૦ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવાઓ અને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) અંગે વિશેષ તાલીમ યોજાઈ હતી. જેનો મુખ્ય હેતુ કુદરતી કે માનવસર્જિત આફતો સમયે નગરપાલિકાના ફ્રન્ટલાઈન સ્ટાફને ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવવાનો છે.
આ તાલીમ ટી.જે.બી.એસ.ગર્લ્સ સ્કુલ-રાજુલા ખાતે ચીફ ઓફીસર પાર્થવાન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તાલીમ દરમિયાન ફાયરની ટીમ દ્વારા થિયરી અને પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી તેમ રાજુલા નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


















Recent Comments