ગુજરાત

વડોદરા ખાતે ટ્રાઇનો ગ્રાહક સંપર્ક કાર્યક્રમ યોજાશે

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (્ઇછૈં) ની જયપુર પ્રાદેશિક કચેરી ૧૭-૦૭-૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી પારુલ યુનિવર્સિટી, પોસ્ટ: લીમડા, તાલુકો: વાઘોડિયા, વડોદરા, ગુજરાત-૩૯૧૭૬૦ ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (ર્ઝ્રંઁ)નું આયોજન કરી રહી છે. કાર્યક્રમનો વિષય ‘સાયબર સ્વચ્છતા‘ રહેશે. આ કાર્યક્રમમાં, ટેલિકોમ અને પ્રસારણ ગ્રાહકોને સાયબર સ્વચ્છતા જાળવવા અને આ સાયબર છેતરપિંડીના જાેખમને કેવી રીતે કાબુમાં લેવું તે અંગે જાગૃત કરવામાં આવશે અને શિક્ષિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં, ટ્રાઇના અધિકારીઓ, ટેલિકોમ વિભાગ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ગુજરાત પોલીસના સાયબર સુરક્ષા નિષ્ણાત દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (ટેલિકોમ ઓપરેટરો), મલ્ટી સર્વિસ ઓપરેટરો (કેબલ ઓપરેટરો), ગ્રાહક હિમાયતી જૂથો, પારુલ યુનિવર્સિટી, વડોદરાના વિદ્યાર્થીઓ/ફેકલ્ટી સભ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. શ્રી રાજેશ કુમાર અગ્રવાલ, ૈં્જી, સલાહકાર, ્ઇછૈં પ્રાદેશિક કાર્યાલય જયપુર આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
આ કાર્યક્રમમાં, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને કેબલ/ડ્ઢ્ૐ સેવાઓની ગ્રાહક ફરિયાદ નિવારણ પ્રણાલી અને સાયબર સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

Related Posts