અમરેલી જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓનો સિલસિલો યથાવત છે. વધુ એક કિસ્સામાં રાજુલાના રામપરા-૨ ગામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે અજાણ્યા ઠગે ફરિયાદીના બેન્ક ખાતામાંથી ફોન હેક કરીને રૂ.૧,૫૦,૦૦૦ની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીના કરન્ટ એકાઉન્ટખાતામાંથી આ રકમ ઉપાડી લેવામાં આવી હતી.કાળુભાઇ જેઠસુરભાઇ વાઘ (ઉં.વ.૪૭) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરીને આ ઓનલાઈન ફ્રોડ આચર્યો હતો અને તેમના બેન્ક ખાતામાંથી રૂ. ૧,૫૦,૦૦૦ની રકમનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને સાયબર ક્રાઇમની મદદથી આરોપીને પકડવા અને ગુમાવેલી રકમને ટ્રેક કરવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ છોગાળા વધુ તપાસ કરી રહ્યા છે.
રાજુલાના રામપરા-૨ના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે રૂ. ૧.૫૦ લાખની છેતરપિંડી



















Recent Comments