ગુજરાત

TRB જવાનો કેટલાક તોડના કિસ્સાઓમાં સામેલ હોવાનુ સામે આવતાં છૂટા કરવાની વાત હતીTRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે

હાલમાં જ ગુજરાત પોલીસને મદદરુપ રહેલ ્‌ઇમ્ જવાનોને છૂટા કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. ્‌ઇમ્ના જવાનો કેટલાક તોડના કિસ્સાઓમાં સામેલ હોવાનુ સામે આવ્યુ હતુ. આવી પરિસ્થિતિઓને કારણે જ લાંબા ગાળાથી ્‌ઇમ્ જવાન તરીકે સેવા આપતા જવાનોને તબક્કાવાર છૂટા કરવાની વાત હતી. ્‌ઇમ્ જવાનોને લઈ લોકોમાં પણ અસમંજસ હોય છે કે, તેમની કામગીરી ખરેખરમાં શું હોય છે. અહીં જણાવીશુ કે શુ હોય છે.

નાગરીકે પણ તેમની કામગીરીમાં સહકાર આપવો જરુરી ફરજ છે. સાથે જ ટ્રાફિક બ્રિગેડ એટલે કે ્‌ઇમ્ના જવાનોએ પણ નાગરીકોને ટ્રાફિકમાં સરળતા અને સલામતી રહે એ પ્રકારે ફરજ બજાવવી જરુરી છે. આ દરમિયાન ગુજરાત પોલીસે ્‌ઇમ્ અંગેની જાણકારીને સોશિયલ મીડિયા મારફતે જારી કરી છે. જેમાં ્‌ઇમ્ની ફરજ અને તેમની ફરજમાં ક્ષતિ કે તેમના દ્વારા ગેરવર્તણૂંક જાેવા મળે તો તે અંગેની ફરિયાદ કરવા માટેની જાણકારી પણ દર્શાવવામાં આવી છે. ગુજરાત પોલીસની આ જાણકારીની પોસ્ટ પણ ખૂબ જ વાયરલ કરવામાં આવી છે. ્‌ઇમ્ જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે.

એટલે કે પોલીસ દ્વારા ટ્રાફિકનુ જે સંચાલન અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં તેઓ દ્વારા સહાયતારુપ કામગીરી નિભાવવાની હોય છે. સૌથી મહત્વની વાત. ્‌ઇમ્ જવાન પોતાની ફરજ દરમિયાન વાહન ચેકિંગ કરી શકતા નથી. દસ્તાવેજ ચેકિંગ પણ કરી શકતા નથી. એટલે કે વાહન ચાલક કે વાહન અંગેના દસ્તાવેજાેનું ચેકિંગ ્‌ઇમ્ જવાન કરી શકાશે નહીં. વાહન ચાલકને મેમો આપવાની પણ સત્તા ્‌ઇમ્ જવાનને નથી. આમ વાહન ચાલકોને જ્યારે ટ્રાફિક સંચાલન કરતા ્‌ઇમ્ જવાન દ્વારા આવી વાત કરવામાં આવે તો ડરવાની જરુર નથી અને આ માટે તમે જાગૃત નાગરીક તરીકે તેમની સાથે વાતચીત કરવી જાેઈએ.આમ છતાં પણ કોઈ ્‌ઇમ્ જવાનની ગેરવર્તણૂંક જણાય તો ટ્રાફિક શાખાનો સંપર્ક કરવો જાેઈએ. ટ્રાફિક શાખામાં ફરિયાદ કરીને વર્તણૂંક અંગેની જાણ કરવી જાેઈએ અને એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરવી જાેઈએ.

Related Posts