પીએમ મોદી એ આજે બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્ય બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે અહીં પહોંચ્યા હતા. બાગેશ્વર સરકાર ના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમની યજમાની કરી હતી. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને બાલાજી મંદિર લઈ ગયા. અહીં પીએમ નરેન્દ્ર મોદીએ પૂજા અર્ચના કરી અને ફૂલ અર્પણ કર્યા બાદ કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. બાગેશ્વર ધામની આ નવી હોસ્પિટલ ૨૫૨ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
આ હોસ્પિટલ નજીકના સાત જિલ્લાના કેન્સરના દર્દીઓ અને અન્ય લોકોને સારવાર પૂરી પાડશે. રોગોથી પીડિત લોકોને લાભ મળશે. આ ઇમારતમાં કુદરતી પ્રકાશ અને ઓછામાં ઓછો અવાજ હશે. તેનો આકાર પિરામિડ જેવો હશે. ગ્રાઉન્ડ ફ્લોર ૪૧૨૪ ચોરસ મીટરમાં બનાવવામાં આવશે જ્યારે ઉપરનો માળ ૮૧૬ ચોરસ મીટરનો હશે. આ દરમિયાન તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા. અહીં જનતા નું સંબોધન કરતી વખતે તેમણે( પીએમ મોદીએ) બુંદેલખંડીમાં પોતાનું ભાષણ રજૂ કર્યું. તેમણે કહ્યું, ‘અપુન ઔરન ખો મોરી તરફ સે દોઇ હાથ જોડીકે રામ-રામ જૂ…’ આ પછી પીએમ મોદીએ કહ્યું, ‘મિત્રો, આજકાલ નેતાઓનું એક જૂથ છે જે ધર્મની મજાક ઉડાવે છે. તેઓ એવા લોકો છે જે હિન્દુઓની આસ્થાને નફરત કરે છે. તેઓ આપણી માન્યતાઓ, સંસ્કૃતિ અને મંદિરો પર હુમલો કરે છે અને આપણા તહેવારો અને પરંપરાઓનો દુરુપયોગ કરે છે.
Recent Comments