ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બર
૨૦૨૫ના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય જેના અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ
અધિકારી શ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ કાર્યક્રમને સાથે યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત
અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી
યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ
ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન વ્યક્તિઓ અને
ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી
જયશ્રીબેન જરૂ, ઇન્ચાર્જ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકાર શ્રી કાજલબેન ચાવડા, જિલ્લા આરોગ્ય
અધિકારીશ્રી ડૉ. ચંદ્રમણી કુમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ
અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




















Recent Comments