ત્રિપુરાના સીએમ માણિક સાહાએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી આપી
બાંગ્લાદેશમાં છેલ્લા ૫ મહિનાથી ઉગ્ર દેખાવો અને હિંસાની ઘટનાઓ અટકી રહી નથી. પાડોશી દેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારત સરકારની નિંદા બાદ હવે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શનિવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી આપી છે. માણિક સાહાએ કહ્યું કે જાે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સુધારાત્મક પગલાં નહીં ભરે તો તેનાથી પાડોશી દેશને જ નુકસાન થશે. તેમણે કહ્યું કે પડોશી દેશમાં સત્તામાં રહેલા લોકો ભૂતકાળને ભૂલી ગયા છે અને ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ દરમિયાન સાહાએ લોકોને અલ્પસંખ્યકો પરના હુમલાઓ સામે ઊભા રહેવા વિનંતી કરી હતી. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ રવિન્દ્ર ભવનમાં શરદ સન્માન સમારોહને સંબોધિત કરતા આ વાત કહી. મુખ્યમંત્રીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની ઘટનાઓ સામે ઉભા રહેવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં જે રીતે વસ્તુઓ થઈ રહી છે તે સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે ભારતીય સેનાની સાથે ત્રિપુરાના લોકોએ ૧૯૭૧ના મુક્તિ સંગ્રામ દ્વારા બાંગ્લાદેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાહાએ કહ્યું કે બાંગ્લાદેશમાં સત્તા પર રહેલા લોકો ભૂતકાળને ભૂલી ગયા છે અને ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે લોકોને અત્યાચાર સામે અવાજ ઉઠાવવા પણ વિનંતી કરી હતી. જૂનમાં અનામતને લઈને બાંગ્લાદેશમાં શરૂ થયેલા હિંસક વિરોધને કારણે જુલાઈમાં શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેણે બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશરો લીધો. આ પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જાેકે, વચગાળાની સરકાર બન્યા બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે.
Recent Comments