રાષ્ટ્રીય

ટૂંક સમયમાં મળી શકે છે ટ્રમ્પ અને પુતિન!.. રશિયાએ કહ્યું- અમે વાતચીત માટે તૈયાર છીએ

અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની અને પુતિન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમણે વાતચીત માટે કોઈ સમયમર્યાદા આપી ન હતી. ક્રેમલિનના પ્રવક્તાએ રશિયાની લાંબા ગાળાની સ્થિતિને સમર્થન આપ્યું હતું કે મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ મહેલ, ક્રેમલિને શુક્રવારે જણાવ્યું હતું કે દેશ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક માટે તૈયાર છે. જાેકે, ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ કર્યા બાદ જ આ વાટાઘાટો અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની અને પુતિન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમણે વાતચીત માટે કોઈ સમયમર્યાદા આપી ન હતી.

ક્રેમલિનના પ્રવક્તાએ રશિયાની લાંબા ગાળાની સ્થિતિને સમર્થન આપ્યું હતું કે મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. તેમણે આ જવાબ ટ્રમ્પના નિવેદન અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો આપ્યો જેમાં તેમણે ગુરુવારે કહ્યું હતું કે પુતિન યુક્રેન યુદ્ધ પર ચર્ચા કરવા તેમને મળવા માંગે છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. એવી આશા રાખવામાં આવે છે કે ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો રાજદ્વારી ઉકેલ મળી શકે છે. બિડેન પ્રશાસને રશિયાના ઓઈલ અને ગેસ સેક્ટર સાથે સંકળાયેલી ૨૦૦થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લગાવ્યા છે.વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું હતું કે પ્રતિબંધોથી રશિયાને દર મહિને અબજાે ડોલરનું નુકસાન થશે. પ્રેટરના જણાવ્યા અનુસાર, બિડેન પ્રશાસને રશિયા પર યુએસના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ બે ભારતીય કંપનીઓ સ્કાયહાર્ટ મેનેજમેન્ટ સર્વિસિસ અને એવિએશન મેનેજમેન્ટ સર્વિસિસ પર પણ પ્રતિબંધો લગાવ્યા છે.

Related Posts