ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ બિલ તરીકે આ પર હસ્તાક્ષર કર્યા

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા પહોંચતા જ સીધા કસ્ટડીમાં લેવામાં આવશેગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ની વધુ એક કાયદેસરની એક્શન લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિનું પગલું.ક્ષ’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની પ્રી-ટ્રાયલ અટકાયતને મંજૂરી આપતા તેમના પ્રથમ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો ટ્રાયલ પહેલાં ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં આરોપી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવાનો અધિકાર આપે છે. આ ‘લેકન રિલે એક્ટ’ને અગાઉ યુએસ સંસદના ગૃહ અને સેનેટ બંનેમાં દ્વિપક્ષીય સમર્થન પ્રાપ્ત થયું હતું.
ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ બિલ તરીકે આ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું, “આ કાયદા હેઠળ, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ પાસે ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, પોલીસ અધિકારી પર હુમલો, હત્યા અથવા ગંભીર ઈજા જેવા ગુનાઓ માટે ધરપકડ કરાયેલા તમામ ગેરકાયદેસર વસાહતીઓની અટકાયત કરવાનો અધિકાર હશે.” આ કાયદાનું નામ ૨૨ વર્ષીય જ્યોર્જિયા નર્સિંગ સ્ટુડન્ટ લેકન રિલેના નામ પરથી રાખવામાં આવ્યું છે. વેનેઝુએલાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે તેને ‘ઐતિહાસિક કાયદો’ ગણાવ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ડિક ડરબિને આ કાયદાની ટીકા કરતા કહ્યું હતું કે તે સંઘીય સરકારની સત્તાઓને નબળી પાડે છે અને બંધારણ દ્વારા નિર્ધારિત ઈમિગ્રેશન નીતિઓની વિરુદ્ધ છે. આ બિલને સેનેટમાં ૩૫ વિરુદ્ધ ૬૪ વોટથી પસાર કરવામાં આવ્યું હતું, જ્યારે ગૃહમાં તેને ૧૫૬ વિરુદ્ધ ૨૬૩ વોટથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ પછી ટ્રમ્પે આ નવા ઈમિગ્રેશન કાયદા પર હસ્તાક્ષર કર્યા.
Recent Comments