સાવરકુંડલા શહેરની મધ્યમાં ખાદી કાર્યાલય કેમ્પસ ખાતે આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદીર ખાતે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આરોગ્ય ની વિવિધ સેવાઓ મેળવી રહ્યાછે સાવરકુંડલા વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત નિઃશુલ્ક આરોગ્ય મંદીર માં હાલ ગાયનેક, ઓર્થોપેડિક, બાળકો નો વિભાગ, આંખ, કાન નાક ગળા, દાંત, કસરત, ભોજનાલય, ડાયાલીસીસ, ઓપરેશન થીએટર, લેબોરેટરી, એક્સરે, આઈ.સી.યુ., દવા વિભાગ, મેડિકલ, જનરલ ઓપીડી, વગેરે અલગ અલગ રોગો અને નિંદાન, સારવાર દર્દીઓ મેળવી રહ્યાછે હજુ પણ નિઃશુલ્ક આરોગ્ય મંદીર ખાતે વધુ વિભાગો અને દર્દીઓને વધુ સુવિધા માટે આરોગ્ય મંદીર ખાતે નવા વિભાગો નું તથા કન્ટ્રકશન કામનું આરોગ્ય મંદીર ના ટ્રસ્ટી દિવ્યકાંતભાઈ સૂચક, ભરતભાઈ જોશી તથા એડમીનીસ્ટ્રર ડોક્ટર પ્રકાશ કટારીયા સાહેબ દ્વારા જાતે સ્થળ પર જઈ સતત નિરક્ષણ કરવામાં આવી રહ્યુંછે તેમ અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદીર હોસ્પિટલ ખાતે નવા બની રહેલા વિભાગો ની મુલાકાત લેતા ટ્રસ્ટીઓ.

Recent Comments