શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન
તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે
ઈશ્વરિયા શુક્રવાર તા.૨૫-૭-૨૦૨૫
( મૂકેશ પંડિત )
શ્રી ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે.
ચિત્રકુટધામ તલગાજરડાનાં આયોજન તળે શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન આગામી સોમવારથી ઉત્તરપ્રદેશમાં શ્રી ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં થયું છે.
શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં વિદ્વાનોની ઉપસ્થિતિમાં થયેલ આયોજન મુજબ સોમવાર તા.૨૮ સાંજે ૪થી ૭ કલાક અને મંગળવાર તા.૨૯ તથા બુધવાર તા.૩૦ સવારે ૯/૩૦થી બપોરે ૧ કલાક દરમિયાન તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે. ગુરુવાર તા.૩૧ સવારે ૯/૩૦થી ૧ કલાક દરમિયાન રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે અને શ્રી મોરારિબાપુ પ્રાસંગિક ઉદ્બોધન સાથે આશીર્વચન ભાવ વ્યક્ત કરશે.
અગાઉનાં વર્ષોમાં તુલસી જન્મોત્સવ ઉપક્રમ મહુવા કૈલાસ ગુરુકુળમાં યોજાતો, આ દરમિયાન શ્રી તુલસીદાસજી જન્મસ્થાનમાં આયોજન માટે અભિપ્રાય લાગણી વ્યક્ત થતાં શ્રી મોરારિબાપુએ આ સ્વીકાર કરતાં આ વર્ષે રાજાપુરમાં તુલસી જન્મોત્સવ યોજાઈ રહ્યાંનું શ્રી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.
Recent Comments