રાષ્ટ્રીય

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ભારત અને પાકિસ્તાનને સંબંધોમાં તણાવ ઓછો કરવા અપીલ કરી

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાના કારણે ભારત-પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે પણ એર્દોગનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તુર્કીના ઝ્ર-૧૩૦ હર્ક્યુલસ વિમાન દ્વારા પાકિસ્તાનને લશ્કરી સામગ્રી પહોંચાડવાના અહેવાલો સામે આવ્યા છે.
તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગને અંકારામાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં આપણા દેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમે સંરક્ષણ અને વેપારની સાથે સાથે પાકિસ્તાન સાથેના બહુપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. આ સમય સમગ્ર પ્રદેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે અમારા પ્રદેશમાં કે તેનાથી આગળ કોઈ નવો સંઘર્ષ ઇચ્છતા નથી. અમને આશા છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કંઈ ગંભીર ઘટના બને તે પહેલાં તણાવ ઓછો થઈ જશે. અમે પાકિસ્તાની લોકોને અમારું સમર્થન આપીએ છીએ.‘
ગયા રવિવારે તુર્કીયેના ૬ ઝ્ર-૧૩૦ હર્ક્યુલસ લશ્કરી વિમાન પાકિસ્તાન પહોંચ્યા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો કે તુર્કીયે પાકિસ્તાનને લશ્કરી સહાય પૂરી પાડી શકે છે. જાેકે, તુર્કીયેના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનને કોઈ દારૂગોળો મોકલવામાં આવ્યો નથી. લશ્કરી વિમાન નિયમિત સપ્લાય મિશન પર હતા અને તેમાં કોઈ શસ્ત્રો સંબંધિત વસ્તુઓ નહોતી. આમ છતાં, આ વિકાસે પ્રાદેશિક રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

Related Posts