TV9 ગુજરાતીમાં એસોસિયેટ એડિટર નરેન્દ્રસિંહ જાદવને નેલ્સન મંડેલા પીસ એવોર્ડ 2021 એનાયત
નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ એકેડમી એ વિશ્વની શ્રેષ્ઠ અકાદમીઓમાંની એક છે જેની પ્રવૃત્તિઓ સમાજના કલ્યાણ માટે છે.
આ એકેડેમી સમાજના વિકાસ માટે કામ કરે છે અને સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકોને પણ પ્રોત્સાહન આપે છે. આ સંબંધમાં, એકેડેમીએ નરેન્દ્રસિંહ જોરાવરસિંહ જાદવને તેમના પત્રકારત્વ- મીડિયા ક્ષેત્રમાં છેલ્લા બાવીસ વર્ષના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. નરેન્દ્રસિંહ જાદવ હાલ ગુજરાતની અગ્રણી ન્યુઝ ચેનલ TV9 ગુજરાતીમાં એસોસિયેટ એડિટર તરીકે કાર્યરત છે…
નરેન્દ્રસિંહ જાદવને પ્રિન્ટ મીડિયા અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરેલી વિવિધ સમાજ ઉપયોગી ઉમદા કાર્યના યોગદાન નું અવલોકન કરીને મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં “નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ 2021” અર્પણ કરવામાં આવ્યો ..આ સાથે જ વર્લ્ડ સાઈન JBR HAWARD યુ.એસ.એ દ્વારા માન્યતા પ્રાપ્ત અને કેમ્બ્રિજ સ્કૂલ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશન UK સાથે જોડાયેલ સેન્ટ મધર ટેરેસા યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી… આ સાથે જ દેશવિદેશના બિઝનેસ, બોલિવુડ, મેનેજમેન્ટ અને રમત ક્ષેત્રના મહાનુભાવોને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.. જેમાં બોલીવુડ ના સંગીતકાર અનુ મલિક ગાયક આદિત્ય નારાયણ ઉપરાંત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબ્બી શોશાની ને પણ ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી.
Recent Comments