શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. ૨૦ લાખથી વધુ પડાવનાર બે આરોપીઓની જામનગરથી ધરપકડ

ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષીય શિક્ષક રાજુભાઈ (નામ બદલ્યું છે)ને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે, ‘તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં ૧૪૦ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ વિગેર મુંબઈ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા છે. આ પ્રકરણમાં તમારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે અને પૂછપરછ કરવાની છે.‘
શિક્ષકને ધાક-ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને ૨૦.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરમાં સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલીસીસના આધારે જામનગરના નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહમદ સીદીક વાઢાની ધરપકડ કરી છે. આ બન્નેએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા. છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા.
Recent Comments