અમરેલી

અમરેલી ખાતે વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણ માટે પોલીસ અને વન વિભાગ વચ્ચે સંકલન સાધવા બે દિવસીય વર્કશોપ સંપન્ન

અમરેલી ખાતે કોમ્યુનિકેશન ડિવિઝન, ગાંધીનગર દ્વારા “વન્યજીવન અને પર્યાવરણીય સંરક્ષણ માં પોલીસ ભાગીદાર તરીકે – ગીર લેન્ડસ્કેપ પરિપ્રેક્ષ્ય” વિષય પર બે દિવસીય તાલીમ કાર્યશાળા નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં DySP, PI અને PSI સહિત 400 થી વધુ પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગીર પૂર્વના DCF વિકાસ યાદવ (IFS) અને સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા એ તજજ્ઞ તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  વન અને પોલીસ વિભાગ વચ્ચે સુમેળ ભર્યું સંકલન વધારવું અને માનવ-વન્ય પ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં ઘટાડો કરવો. ઉલ્લેખનીય છે કે 2025 ની વસ્તી ગણતરી મુજબ અમરેલી જિલ્લો રાજ્યમાં સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવે છે. સાથે જ અહીં દીપડાઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. આવા સંજોગોમાં વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણ જાળવણીમાં પોલીસની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહે છે. આ વર્કશોપ દ્વારા પોલીસ અધિકારીઓને વન્યજીવ સંરક્ષણના ટેકનિકલ અને કાયદાકીય પાસાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.–

Related Posts