ગુજરાત

જુહાપુરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી

પોલીસે ચાઈનીઝ દોરીના ૭૪ રીલ કબજે કરી વધુ પાસ હાથ ધરી ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે બજારમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય છે. તે સિવાય ચાઈનીઝ દોરીને કારણે લોકોના જીવને જાેખમ પણ રહેલું છે. જેમાં અગાઉ અનેક લોકો મોતને ભેટવાના બનાવો પણ બન્યા છે. દરમિયાન ઝોન-૭ એલસીબીના પી.આઈ.વાય.પી.જાડેજા અને તેમની ટીમે માહિતીને આધારે જુહાપુરા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પુછપરછમાં આરોપીઓના નામ વેજલપુરમાં રહેતા મોહંમદ આકીબ મોહંમદ આરીફ ગુલામ અહેમદ શેખ અને વટવામાં રહેતા સલમાનખાન ઉર્ફે સલ્લુ અસ્લમખાન પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસેથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ(ટેલર) નંગ ૭૪ કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત રૂ.૩૭,૦૦૦ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Related Posts