ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દામનગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ
ટેકનીકલ સોર્સ આધારે બે પરપ્રાંતીય ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, સઘન
પુછ પરછ કરતા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપના ગુનાની કબુલાત
કરતા, દામનગર પોલીસ સ્ટેશનનો ચીલ ઝડપનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં
એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
ડીટેકટ કરવામાં આવેલ ગુનાની વિગતઃ-
દામનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૪૦૦૮૭/૨૦૨૪ ઇ.પી.કો. કલમ
૩૭૯(એ), ૩૪ મુજબ.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) મોહમદફારૂક મોહમદમજનુ રાયન, ઉ.વ.૨૮, રહે.તુલસીપુર ગામ, વોર્ડ નં.૧૧,
તા.ખરીદ, જિ.ભાગલપુર (બિહાર) હાલ રહે.હાંસી, લાલ સડક રોડ, તા.હાંસી,
જિ.હીસાર (હરીયાણા).
(૨) મોહમદઅમજદ મોહમદઇલીમ કુંજરા, ઉ.વ.૨૯, રહે.જમુનીયા ગામ, સબ્જી ટોલા,
થાના – પરવત્તા, જિ.ભાગલપુર (બિહાર) હાલ રહે.હાંસી, લાલ સડક રોડ, તા.હાંસી,
જિ.હીસાર (હરીયાણા).
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૫૦,૦૦૦/- તથા લિક્વિડના પાઉચ નંગ – ૫ કિં.રૂ.૧૦૦/- તથા પાવડરના પાઉચ નંગ – ૧
કિં.રૂ.૫૦/- તથા એક એસિડ ભરેલ પ્લાસ્ટીકની બોટલ કિં.રૂ.૦૦/- તથા એક પ્લાસ્ટીકની નાની ડોલ
કિં.રૂ.૧૦/- તથા પ્લાસ્ટીકના બાઉલ નંગ – ૪ કિં.રૂ.૨૦/- તથા એક સ્ટીલનો ડબ્બો કિં.રૂ.૨૦/- તથા એક
વાદલી કલરનું બેગ કિ.રૂ.૧૦૦/- તથા એક યામાહા કંપનીનું એફ.ઝેડ ૧૬ મોડલનું નંબર પ્લેટ વગરનું મોટર
સાયકલ કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭૫,૩૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી પૈકી મોહમદફારૂક મોહમદમજનુ રાયન નીચેના ગુનામાં પકડાયેલ છે.
(૧) લાઠી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૪૦૦૨૮/૨૦૨૪, આઇ.પી.સી. કલમ ૪૦૬,
૪૧૭, ૪૨૦, ૧૧૪ મુજબ
(૨) બિહાર રાજયના ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાનો ગુનો રજી. થયેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ.
મનીષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં
આવેલ છે.
Recent Comments