નડિયાદ એક્સપ્રેસ વે નજીક ૧.૧૦ લાખના દેશી દારૃ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ ટોલનાકા નજીક કારમાં રૃ.૧.૧૦ લાખના દેશી દારૃની હેરાફેરી કરતા બે શખ્સોને ખેડા એલસીબીએ ઝડપી પાડયા હતા. એલસીબીએ કુલ રૃ.૩.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી દેશી દારૃ ભરેલી કાર પસાર થવાની હોવાની ખેડા એલસીબીને મંગળવારે સવારે બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ નડિયાદ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી તલાશી લેતા કારની ડેકીમાંથી પ્લાસ્ટિકની ૨૨ થેલીઓમાંથી ૫૫૦ લિટર દેશી દારૃ મળી આવ્યો હતો. એલસીબીએ કારચાલકની પુછપરછ કરતા તે દિપકભાઈ રાજકુમાર પટેલ અને જીગર ઉર્ફે જીગો સોમાભાઈ તળપદા (રહે. ચકલાસી ભાગોળ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ રૃ.૧.૧૦ લાખનો દેશી દારૃનો જથ્થો અને કાર મળી કુલ રૃ.૩.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નડિયાદ ટાઉન પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
Recent Comments