અમરેલી જિલ્લામાં એક બાળકી સહિત બે લોકોના અપમૃત્યુ થયા હતા. વડીયાના ઈશ્વરીયા ગામે રહેતા પ્રવિણભાઈ વાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મજબ, તેમની ૧૦ વર્ષીય પુત્રી ખારા નદીના ડેમમાં કપડા ધોવા માટે ગઈ હતી. તે વખતે અકસ્માતે પગ લપસી જતા નદીના પાણીમાં ડુબી જતા મરણ પામી હતી. અમરેલીના ગજેરાપરામાં રહેતા અરવિંદભાઈ પરશોતમભાઈ ધાનાણી (ઉ.વ.૫૨)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પીતાં મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં એક બાળકી સહિત બે લોકોના અપમૃત્યુ

Recent Comments