પોલીસે આરોપીઓ પાસેથી ૩૫ હજાર રૂપિયાની કિંમતની પ્રકિબંધિત દોરી કબજે કરી અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે. છત્તા કેટલાક શખ્સો ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેમાં ઝોન-૫ના ડીસીપીના માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા. પોલીસે રામોલ ઝ્ર્સ્ બરોડા એક્સપ્રેસ હાઈવે પરના નાકા પાસેથી બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. ૩૫,૬૦૦ ની કિંમતના ચાઈનીઝ દોરીના ૧૭૮ ટેલર કબજે કર્યા હતા. ધરપકડ કરેલા આરોપીઓના નામ ઈસનપુરમાં રહેતા સાહિલ અલીમભાઈ સીરોહી અને અલ્તાફ ઈદ્રીસભાઈ સીરોહી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓેએ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદના રામોલમાં ચાઈનીઝ દોરીના ૧૭૮ ટેલર સાથે બે શખ્સ ઝડપાયા

Recent Comments