દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન ક્રેશ થયું, ૩ લોકોના મોત અને ૧ ઘાયલ
ગુરુવારે ન્યૂયોર્કની હડસન નદીમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, શુક્રવારે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન પણ ક્રેશ થયું, જેમાં ૩ લોકોના મોત થયા અને ૧ વ્યક્તિ ઘાયલ થઈ. આ ઘટનાઓએ અમેરિકામાં હવાઈ સુરક્ષા અંગે ચિંતામાં ખૂબ વધારો કરી દીધો છે.
શુક્રવારે સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. આ વિમાન એક મહત્વના આંતરરાજ્ય હાઇવે અને રેલવે ટ્રેક નજીક તૂટી પડ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (હ્લછછ)એ વિમાનની ઓળખ સેસ્ના ૩૧૦ તરીકે કરી હતી, જેમાં ૩ લોકો સવાર હતા. દુર્ઘટનામાં ત્રણેય લોકોના મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ. અકસ્માતનું સ્થળ ધૂમાડાથી ઢંકાયેલું હતું, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી. બોકા રેટનના મેયર સ્કોટ સિંગરે જણાવ્યું કે આ ઘટનાની તપાસ હાલ શરૂ થઈ છે. તપાસ એજન્સીઓ હવે આ દુર્ઘટનાના કારણો શોધવા પ્રયાસ કરી રહી છે.
આગળ દિવસે (ગુરુવારે) લગભગ બપોરે ૩:૧૭ વાગ્યે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી વચ્ચેની હડસન નદીમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું. આ હેલિકોપ્ટરમાં સવાર તમામ ૬ લોકોના મોત થયા, જેમાં એક પરિવાર અને પાયલટનો સમાવેશ થાય છે. મૃતકોમાં જર્મન ટેકનોલોજી કંપની સિમેન્સના સ્પેન યુનિટના સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની મર્સ કેમ્પરુબી મોન્ટલ અને તેમના ૩ બાળકો હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે બાળકોની ઉંમર ૪, ૮ અને ૧૦ વર્ષ હતી. આ દુર્ઘટના ચોંકાવનારી છે, કારણ કે ૮ વર્ષનું બાળક શુક્રવારે પોતાનો જન્મદિવસ ઉજવવાનો હતો.
બંને દુર્ઘટનાઓની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (દ્ગ્જીમ્) અને હ્લછછ દ્વારા શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઉડ્ડયન નિયંત્રણની ખામી હોવાની આશંકા છે, જ્યારે ફ્લોરિડાના વિમાન અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ ઘટનાઓએ અમેરિકાના વ્યસ્ત હવાઈ માર્ગો પર સુરક્ષા નિયમોની સમીક્ષા કરવાની જરૂરિયાત ઉભી કરી છે. ન્યૂયોર્કના મેયર એડમ્સે શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “આ દુખદ ઘટનામાં પરિવારની ખોટ અમને ઊંડો આઘાત આપે છે.”
અમેરિકામાં ૨૪ કલાકમાં બે હવાઈ દુર્ઘટનાઓ

Recent Comments