રાષ્ટ્રીય

એરિઝોનાના સ્કોટ્‌સડેલ એરપોર્ટ પર બે ખાનગી જેટ અથડાતા; ૧ મોત, અનેક ઘાયલ

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના થઈ હતી, આ અકસ્માત અંગે વાત કરીએ તો એરિઝોનાના સ્કોટ્‌સડેલ એરપોર્ટ પર સોમવારે બપોરે એક દુઃખદ અકસ્માત થયો. જેમાં બે ખાનગી જેટ અથડાયા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સ્કોટ્‌સડેલ એરપોર્ટ માટે એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે, આ અથડામણ ત્યારે થઈ જ્યારે એક મધ્યમ કદનું બિઝનેસ જેટ રનવે પરથી ખસી ગયું અને એક ખાનગી મિલકત પર પાર્ક કરેલા બીજા મધ્યમ કદના બિઝનેસ જેટ સાથે અથડાયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (હ્લછછ) અનુસાર, જે વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું તે પાર્કિંગ વિસ્તારમાં હતું.

સ્કોટ્‌સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે, ઘાયલોમાંથી બેને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેમાંથી એકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ફોલિયોએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ હજુ પણ વિમાનની અંદર ફસાયેલો છે અને બચાવ ટીમો તેને બચાવવા માટે સખત મહેનત કરી રહી છે. “અમારી સંવેદનાઓ સામેલ દરેક વ્યક્તિ સાથે છે, અને અમે બચાવ કામગીરીમાં સંપૂર્ણપણે રોકાયેલા છીએ, સ્કોટ્‌સડેલ એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. ફોનિક્સ વિસ્તારમાં ઉડાન ભરતા અને બહાર જતા ખાનગી જેટ માટે આ એરપોર્ટ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ખાસ કરીને ફોનિક્સ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જેવા મોટા રમતગમત કાર્યક્રમો દરમિયાન, મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારની મુલાકાત લે છે.” ફોલિયોએ કહ્યું.

Follow Me:

Related Posts