મહુવાના પ્રાચીન અને પ્રખ્યાત ભવાની મંદિર પાસે આવેલા દરિયામાં અગિયારસના પાવન પર્વ નિમિત્તે સ્નાન કરવા ગયેલા બે યુવાનો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે અને બીજા યુવાનનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. જીલ જલણી અગિયારસના દિવસે નદી અથવા દરિયામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ દરિયા કિનારે ઉમટી પડ્યા હતા.
દરિયામાં નાહવા ગયા બાદ 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી તે પછી યુવાનને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક તહેવારો દરમિયાન પાણીના સ્થળોએ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા આવા સ્થળો પર વધુ સુરક્ષા વ્યવસ્થા અને જીવરક્ષક દળ તૈનાત કરવા જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવા દુઃખદ બનાવોને ટાળી શકાય. મૃતકના પરિવારે આ ઘટનાથી ઊંડો આઘાત અનુભવ્યો છે. જેમાં એકનો આબાદ બચાવ થયો હતો અને યોગેશ મગાનભાઈ ચૌહાણ (ઉં.વ.35) ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃતકના મૃતદેહનું પીએમ કરવા માટે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


















Recent Comments