વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશમાં ૧૦ લાખ ભાજપ કાર્યકરોને એક સાથે સંબોધ્યા હતા, જેમાં તેમણે દેશના અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (ેંઝ્રઝ્ર) લાગુ કરવાની હિમાયત કરતા એકવાર ફરીઆ મુદ્દો ગરમાયો છે. પીએમએ ભોપાલમાં પીએમ ેંઝ્રઝ્ર અંગેની ટિપ્પણી કરતાના કલાકોમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (છૈંસ્ઁન્મ્) એ તાત્કાલિક બેઠક યોજી હતી અને બેઠકમાં તેના વિરોધ સાથે આ સમગ્ર મામલાનો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો હતો. ેંઝ્રઝ્ર મુદ્દે ફરી રાજકારણ ગરમાયુ છે ત્યારે પીએમના સંબોધન બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ ઓનલાઈન તાત્કાલિક બેઠક યોજાઈ હતી. આયોજિત આ બેઠકમાં બોર્ડે સૂચિત કાયદાનો વિરોધ કરવા અને કાયદા પંચની સમજમાં પોતાનો મુદ્દો વધુ બળપૂર્વક રાખવા સંમતિ દર્શાવી છે. આ સાથે શરિયત કાયદાનો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો હતો. મીડિયા રીપોર્ટના અહેવાલ મુજબ ેંઝ્રઝ્ર અંગે પીએમના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, અગ્રણી મુસ્લિમ ધાર્મિક નેતા એક અને બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ કહ્યું છે કે છૈંસ્ઁન્મ્ સમાન નાગરિક સંહિતાનો સખત વિરોધ કરવામાં આવશે તેમજ આ મુદ્દે લો કમિશન સમક્ષ પોતાની વાત મક્કમતાથી રાખશે અને સરકારના પ્રસ્તાવિત પગલાનો સામનો કરવાની રણનીતિ પણ બનાવવામાં આવશેનું જણાવ્યું હતુ. આ મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી રાજકારણીઓ ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
હવે આ મુદ્દો ૨૦૨૪ની ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. ેંઝ્રઝ્ર માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ દરેક ધર્મની સાથે દેશમાં રહેતા લઘુમતીઓને પણ અસર કરશે. ભારત એવો દેશ છે જ્યાં દર ૧૦૦ કિલોમીટરે ભાષા બદલાય છે. તો પછી આવી સ્થિતિમાં તમામ સમુદાયો માટે સમાન કાયદો કેવી રીતે બનાવી શકાય. ેંઝ્રઝ્ર મામલે બંધારણનો ઉલ્લેખ.. મૌલાનાએ કહ્યું છે કે આ દેશમાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોની પ્રાર્થના, લગ્ન જેવી વિધિ કરવાની પોતાની રીત છે. બંધારણમાં દેશના દરેક નાગરિકને તેની આસ્થા અને જીવનશૈલીનું પાલન કરવાની સ્વતંત્રતા મળી છે. આવી સ્થિતિમાં સરકાર એક દેશ એક કાયદો કેવી રીતે બનાવી શકે છે. ેંઝ્રઝ્ર મામલે પીએમએ શું કહ્યું?.. તે જાણો.. વાસ્તવમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં બીજેપી બૂથ કાર્યકરોને સંબોધિત કરતી વખતે સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે દેશના કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકની રાજનીતિ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. છેવટે, એક પરિવારમાં બે કાયદા કેવી રીતે હોઈ શકે? તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પોતે સમાન નાગરિક સંહિતા લાવવાની વાત કરી રહી છે. આ પછી પણ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પીએમે તેમના ભાષણ દરમિયાન પસમંદા મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે વર્ષોથી તેમનું શોષણ થઈ રહ્યું છે.
Recent Comments