અમરેલી

દેવા માફીની માગણી સાથે ધારીના દુધાળા ગામના ખેડૂતોનું અલ્ટીમેટમઃ ૩૦૦થી વધુ ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

ધારી તાલુકાના દુધાળા ગામમાં સરદાર જયંતિના પાવન દિવસે ૩૦૦ કરતાં પણ વધારે ખેડૂતો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે એકઠા થયા હતા અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની મુખ્ય માગણી કમોસમી વરસાદને કારણે થયેલ વ્યાપક નુકસાની બાબતે હતી. તેમણે સરકાર દ્વારા ખેડૂતોના નુકસાન માટે રચાયેલ ડિજિટલ સર્વે બંધ કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોના દેવા માફ કરવા માટે ભારપૂર્વક માગણી કરી હતી. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો ટૂંક સમયમાં ગામના ખેડૂતોની આ મુખ્ય માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સમસ્ત ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Related Posts