ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી- ૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ ને
બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના
પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા
સાથે અરજી મંગાવવામાં આવેલ છે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત,
જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર
સાથે ઉમરાળા મામલતદારશ્રીને ૨જૂ ક૨વા જણાવાયું છે.
ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ જાન્યુઆરીએ યોજાશે

















Recent Comments