ઉમરાળા તાલુકા કક્ષાનો ડિસેમ્બર- ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૩/૧૨/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે,જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદારશ્રી, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ ઉમરાળા મામલતદારશ્રીની યાદીમાં જણાવેલ છે.


















Recent Comments