રાષ્ટ્રીય

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત

સંયુક્ત રાષ્ટ્ર(ેંદ્ગ)એ ભારત અને પાકિસ્તાન બન્ને દેશોને ‘મહત્તમ સંયમ‘ રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં

યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે “મહત્તમ સંયમ” રાખવાની હાકલ કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર(ેંદ્ગ)એ બંને દેશોને ‘મહત્તમ સંયમ‘ રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.
યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, ‘અમે ભારત અને પાકિસ્તાનની સરકારોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તેની ખાતરી કરવા હાકલ કરીએ છીએ.‘
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતાં યુએનના પ્રવક્તા ડુજારિકે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને વાતચીત કરવી જાેઈએ. અમારું માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો કોઈપણ મુદ્દો અર્થપૂર્ણ પરસ્પર વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે અને ઉકેલવો જાેઈએ.‘

Related Posts