ગુજરાત

અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો તોફાની

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં પંચમહાલ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે. પવન સાથે વરસાદી સ્થિતિના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે. જેમાં અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં તેની અસર વર્તાઈ રહી છે. જેને લઈને રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં ઉનાના નવાબંદર ગામની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. દરિયામાં ભારે કરંટના કારણે મોજા અથડાતા 13 નોટિકલ માઈલ ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી છે. જેમાં 8 માછીમારોનું રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. બીજી તરફ, ખાંભામાં પવન સાથે હળવાથી ભારે કમોસમી વરસાદ થતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વરસાદી વિઘ્ન નડ્યું હતું. ભારે પવન સાથે વરસાદના કારમે મંડપ અને ખુરશીઓ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને આયોજિત કાર્યક્રમની જગ્યાએ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.નવસારીના ગણેદીવ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં અમલસાડ, બીલીમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વિઝિબિલીટી ઓછી થતાં ચાલકો પરેશાન થયા હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું.છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ થયો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન થયો હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકનો પાક પલડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

Related Posts