અમરેલી

પીએમ પોષણ યોજના અન્વયે સાવરકુંડલા તાલુકાના વિવિધ મધ્યાહનભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતાઃ તા.૩૦ મે સુધીમાં અરજી કરવી

પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના સાવરકુંડલા તાલુકાના, સાવરકુંડલા પ્રા.શાળા (૯ બીજી પાળી), નાના જીંજુડા, દેત્રડ, લુવારા, વંડા, વાંસીયાળી, સૂરજવડી, કેદારીયા, નાળ અને આકોલડા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા સામાન્ય ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી, ગેરલાયક ઠર્યા હોય તેમણે અરજી ફોર્મ ભરવા નહિ.

જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન તા.૨૭ મે, ૨૦૨૫ સુધીમાં સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવું. જરુરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તે તા.૩૦ મે, ૨૦૨૫ સુધીમાં સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરીની રજિસ્ટ્રી શાખાને પહોંચાડવું. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.  

સંબંધિત ગામના હોય અને ધો.૧૦ પાસ કે તેથી વધે અભ્યાસ કર્યો હોય (ધો.૧૦ પાસ ન મળે તો ધો.૭ પાસ કરનાર)ને નિમણૂક મળશે. સરકાર દ્વારા ઠરાવવામાં આવેલા ધોરણો ધરાવતા ઉમેદવારને રુબરુ મુલાકાત અર્થે બોલાવવામાં આવશે, રુબરુ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂક માટે હક્કદાર બનતા નથી.

અનાજ દળવાની ઘંટી ધરાવતા કે વકીલાત જેવા વ્યવસાયમાં હોય કે શાકભાજી, મરી, મસાલા કે જલાઉ લાકડાના વેપાર સાથે સંકળાયેલ કે સસ્તા અનાજ દુકાનધારક હોય તેમને નિમણૂક મળશે નહિ. સરકારની વખતોવખતની સૂચનાઓનું અને કોર્ટના જજમેન્ટનું પાલન કરવાનું રહેશે, તેમ સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts