આગામી તા. 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે ૯ થી બપોરે ૧૩ કલાક સુધી BLO પોતાના
મતદાન મથક પર હાજર રહેશે.
જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી mapping / linking કરાવી શકશે. જો
મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં શોધવા BLO
માર્ગદર્શન આપશે.
મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં
https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે.
વધુ માહિતી માટે BLO નો ફોનથી સંપર્ક કરવા માટે મતદાર voters.eci.gov.in પરથી “Book a Call with BLO”
વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. જિલ્લાના તમામ BLO તથા મતદાન મથકની યાદી
https://collectorbhavnagar.gujarat.gov.in/ પર જોઇ શકાશે.
જે મતદારોનું નામ અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ ૨૦૦૨ની મતદારયાદીમાં mapping / linking
થઇ ગયેલ હોય તેવા કિસ્સામાં મતદારે કોઇ પુરાવા રજુ કરવાના રહેશે નહી.
૨૦૦૨ની મતદારયાદીમાં કોઇપણ મતદાર પોતાનું નામ નીચેની લીંકથી સર્ચ કરી શકશે.
https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB
તથા નીચેની લિંકથી ૨૦૦૨ની મતદારયાદી ડાઉનલોડ કરી શકશે.


















Recent Comments