ભારત સરકારશ્રી દ્વારા લોન્ચ કરાયેલા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા માટે
ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક
અખબારીયાદીમાં જણાવ્યું છે.
સરકારશ્રીની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ મેળવવા તેમજ ભવિષ્યમાં ખેડૂત તરીકેના માન્ય પુરાવા
રૂપે આ ડિજિટલ ઓળખકાર્ડ અનિવાર્ય બનવાનું છે. જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલી નહીં હોય, તેમને હાલમાં
મળતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રૂ.૨૦૦૦/-ની સહાય બંધ થઈ જશે.
જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારો, જે હાલ પીએમ કિસાન યોજનાના લાભાર્થી નથી, તેમણે પણ ફરજિયાત
રીતે ફાર્મર રજીસ્ટ્રી કરાવવાની રહેશે. ભવિષ્યમાં વિવિધ કૃષિ ઉપજને લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ, ડિજિટલ ક્રોપ
સર્વે, કિસાન ક્રેડિટ કાર્ડ, તેમજ કુદરતી આપત્તિ સમયે પાક નુકસાની વળતર મેળવવા માટે ખેડૂત ઓળખકાર્ડ
આવશ્યક રહેશે.
આગામી સમયમાં ખેડૂતો માટે કૃષિ સંબંધિત વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા આઇ-ખેડૂત
પોર્ટલ પર અરજી કરવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી અત્યંત જરૂરી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ખેડૂતો પોતાના ઘરેથી મોબાઈલ એપ મારફતે, સંબંધિત ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે બેસતા વીસીઇ
(VCE) અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે.
ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર તેમજ
જમીનના માલિકી હક્કના પુરાવા રૂપે ૮-અ / ૭-૧૨ની નકલ ફરજિયાત રહેશે.
ખેડૂત જો હાલ પોતાના ગામ સિવાય અન્યત્ર રહેતા હોય તો પણ ગમે ત્યાંથી રજીસ્ટ્રી કરી શકે છે. ખેડૂત પાસે
જો એકથી વધુ ગામોમાં જમીન હોય તો તેની સંપૂર્ણ વિગતો રજીસ્ટ્રેશન દરમિયાન જાહેર કરવી પડશે.
દરેક ગામના ખેડૂતોએ પોતાના ખેડૂત હોવાના અધિકૃત પુરાવા તરીકે સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ આ
મહત્વપૂર્ણ પહેલને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભાવનગર દ્વારા સહકાર આપવા અનુરોધ કરવામાં
આવ્યો છે.
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત


















Recent Comments