છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૯ વાહનો સહિત ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લામાં વર્તમાન કલેકટરશ્રીએ પદ સંભાળતાની સાથે જ ખનીજના બિનઅધિકૃત વહન કરતા ભૂમાફીયાઓ સામે અવિરત દંડનાત્મક પગલાં લેવાની અને જિલ્લામાંથી ખનીજ ચોરી અટકાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના પગલે રજા ના દિવસે તથા રાત દિવસ ભૂસ્તર વિજ્ઞાન ખનીજ ખાતાની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરથી સ્પષ્ટ છે કે કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા બિન અધિકૃત ખનીજ ચોરી કરતા ઈસમો સામે શરૂઆતમાં જે બાયો ચઢાવવામાં આવી હતી, તેમાં કોઈ જ બાંધ છોડ કરવામાં આવશે નહીં. ખનીજ ચોરોને છટકબારી માટે કોઈ જ માર્ગ ખુલ્લો ન રહે તે માટે પણ કલેક્ટર શ્રી ગાંધીનગર પોતે આ કામગીરી પર બાજ નજર રાખી રહ્યા છે.
પરિણામે કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૯ વાહનો આશરે ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જેની દંડકીય કાર્યવાહી હાલ ચાલુમાં છે, જેની આવક ભવિષ્યમાં થશે, જે જપ્ત કરેલા વાહનોની વિગતો મુજબ નારદીપુર, કલોલથી ડમ્પર નં- ય્ત્ન-૩૬-્-૮૩૦૦, ડમ્પર નં- ય્ત્ન-૧૮-મ્ફ-૯૪૭૫ પેથાપુર ચોકડી , ય્ત્ન-૦૨-ઢઢ-૬૭૫૭ નંબરનું ડમ્પર ઘ-૦ ખાતેથી, ય્ત્ન-૦૧-હ્લ્-૯૦૧૬ – ફતેહપુરા ચોકડી, ટ્રેક્ટર નં- ય્ત્ન-૧૮-ઈમ્-૨૪૪૬ તથા સ્મ્દ્ગછછછઈછન્દ્ગત્ન૦૦૧૭૧૩ શાહપુર બ્રીજ, ડમ્પર નં- ય્ત્ન-૨૭-્હ્લ-૯૦૯૬ લેકાવાળા ખાતેથી તથા ડ્ઢડ્ઢ-૦૨-ઈ-૯૯૧૧, ય્ત્ન-૧૮-મ્ફ-૫૦૪૯ પીપળજ ચેકપોસ્ટ ખાતેથી પકડવામાં આવેલ છે.
આ તમામ વાહનો જે જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહનને અટકાવવાની કામગીરી અવિરત થઈ રહી છે

Recent Comments