મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે ભાવનગર જિલ્લાના વિવિધ
તાલુકાઓમાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (એનઆરએલએમ) યોજના હેઠળ વિવિધ કેશ ક્રેડીટ કેમ્પ યોજાયાં
હતાં.જેમાં ૧૮૩ સખી મંડળ જૂથોને રૂ.૩૪૪.૫૦ લાખની લોન આપવામાં આવી હતી.
ગત રોજ યોજાયેલા કેશ ક્રેડીટ કેમ્પમાં ભાવનગરના વરતેજ ખાતે ૨૦ સખી મંડળોને રૂ.૩૪ લાખ,
ગારીયાધાર તાલુકાના માંડવી ગામે ૨૯ સખી મંડળોને રૂ.૫૯ લાખ, ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૭ સખી
મંડળોને રૂ.૨૬ લાખ, જેસર તાલુકાના શેવડીવદર ગામે ૦૭ સખી મંડળોને ૧૮ લાખ, મહુવા તાલુકા પંચાયત કચેરી
ખાતે ૩૩ સખી મંડળોને રૂ.૭૨ લાખ, પાલીતાણા તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૫ સખી મંડળોને રૂ.૪૬ લાખ, શિહોર
તાલુકાના વળાવડ ગામે ૦૭ સખી મંડળોને રૂ.૧૫ લાખ, તળાજાના રાજપરા-૨ ગામે ૦૮ સખી મંડળોને રૂ.૨૦ લાખ,
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ૧૮ સખી મંડળોને રૂ.૨૬ લાખ અને વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરી ખાતે
યોજાયેલા ક્રેડિટ કેમ્પમાં ૧૯ સખી મંડળોને રૂ.૨૮.૫ લાખની લોન આપવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન સખી મંડળની બહેનોને નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજનાની માહિતી આપવાની સાથે
HDFC, SBI સહિતની બેંકોના અધિકારીઓએ સખી મંડળને મળતી લોન, સહાયની જરૂરી જાણકારી આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન
આપવાનો હતો. સ્વ-સહાય જૂથો (SHGs) ને બેંકો સાથે જોડીને તેમને ધંધા-રોજગાર માટે આર્થિક સહાય પૂરી
પાડવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયાં


















Recent Comments