ભાવનગર

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ તા.25 ફેબ્રુઆરી યોજાયેલ શિબિરમાં  301 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહાર સંસ્થાના  આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , શ્રી છાયાબહેન રાણીગા, શ્રી રમેશભાઈ ગોહિલ,શ્રી મંગલસિંહ  પરમાર તેમજ  નિરમા લિમિટેડ હેલ્થ સેન્ટરના શ્રી મુકેશભાઈ ગોહિલ તથા આચાર્ય  શ્રી લાલાભાઈ ભોઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક  શ્રી અનિલભાઈ બોરીચાએ કર્યું હતું..

Related Posts