ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જુના કોટડા ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.7 માર્ચે યોજાયેલ શિબિરમાં 247 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને મેગેઝિન તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહાર સંસ્થાના નિયામક શ્રી ધર્મેશભાઈ વડોદરિયા,આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , શ્રી છાયાબહેન રાણીગા, શ્રી મંગલસિંહ પરમાર, શ્રી મોહિતભાઈ ચૌહાણ,નિરમા લિમિટેડ હેલ્થ સેન્ટરના જયભાઈ દવે તથા આચાર્ય શ્રી ભગાભાઈ તરાલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી અનિલભાઈ બોરીચાએ કર્યું હતું..


















Recent Comments