fbpx
ભાવનગર

ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના અંતર્ગત તા. ૦૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલમાં કરી શકાશે

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ સરકારશ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર આઇ ખેડુત પોર્ટલ પર ગુડ્ઝ કેરેઝ વાહન તેમજ ટ્રેકટર ટ્રેલર માટે “કિસાન પરિવહન યોજના” અંતર્ગત ઓનલાઇન અરજીઓ માટે આગામી તા:- ૨૬/૧૧/૨૦૨૪ થી તા:- ૦૨/૧૨/૨૦૨૪ સુધી આઈ-ખેડુત પોર્ટલ શરૂ થનાર છે. આથી લાભ લેવા ઇચ્છતા ખેડૂતો એ વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.

“કિસાન પરિવહન યોજના” યોજના હેઠળ મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેજ વાહન (ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન) ખરીદવા માટે નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડુતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ.૭૫,૦૦૦/-બે માંથી ઓછુ હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૫૦,૦૦૦/-બે માંથી ઓછુ તે મુજબ સહાય આપવામાં આવશે. ટ્રેકટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના ૨૦% અથવા રૂ. ૩૦,૦૦૦/-બે પૈકિ જે ઓછુ હોય તે સહાય ચૂકવવામાં આવશે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરશો

  • ખેડૂત પોતાની જાતે પોતાના મોબાઇલમાંથી જ Google મા ikhedut.gujarat.gov.in પર સર્ચ કરવાનુ રહેશે અથવા ખેડૂત પોતાના ગામના વી.સી.ઈ મારફત નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે ikhedut.gujarat.gov.in પર જવાથી જે યોજના માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ હશે તે યોજના પર “અરજી કરવા માટે અહિ ક્લિક કરો* એવુ મેનુ દેખાશે જેના પર ક્લિક કરવાથી અરજી કરવા માટેનુ પેજ ઓપન થશે
  • ઉક્ત અરજી કરતા સમયે અરજીકર્તાએ ખેડૂત ખાતેદાર ઓનલાઈન અરજીમાં જરૂરી વિગત ભરવા માટે પોતાનુ આધારકાર્ડ, ૭, ૧૨ તથા ૮-અ ની નવી નકલ તથા બેંક પાસબુકની નકલ અવશ્ય સાથે રાખવી.
  • જે ખેડૂત ખાતેદારે ઓનલાઈન અરજી કરેલ હશે તે જ અરજી માન્ય ગણાશે.
  • વધુ માહિતી માટે આપના તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી-ખેતી તથા આપના ગામના ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી-ભાવનગરની અખબારીયાદીમાં જણાવવામાં આવે છે.
Follow Me:

Related Posts