અમરેલી તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર) રક્તપિત્ત પૂર્વજન્મના પાપ કે શાપનું ફળ નથી કે તે વારસાગત નથી. કોઈપણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી. રક્તપિત્ત એ અન્ય ચેપી રોગોની જેમ જંતુ (બેક્ટેરિયાથી) ફેલાતો રોગ છે, તે કોઈપણ તબક્કે મટાડી શકાય છે. રક્તપિત્ત સમસ્યા ફક્ત તબીબી પ્રશ્ન નથી પરંતુ રક્તપિત્તના દર્દી પ્રત્યેની સૂગને પરિણામે તે એક સામાજિક, આર્થિક, અને મનોવૈજ્ઞાનિક સમસ્યા બની છે. રક્તપિત્ત માઇક્રોબેક્ટેરિઅલ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે. તેની સમયસર સારવાર કરવી જરુરી છે.
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લઇ આગામી તા.૩૦ જાન્યુઆરી થી તા.૧૩ ફેબ્રુઆરી,૨૦૨૫ સુધી ‘સ્પર્શ’ રક્તપિત્ત નિર્મૂલન જાગૃત્તિ કાર્યક્રમ (લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન) યોજાશે.
આ અભિયાનના સુચારું આયોજન અર્થે અમરેલી નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ રક્તપિત્ત હોવા અંગેની તપાસ, (લેપ્રસી ડિટેક્શન), નિદાન, સારવાર પર વધુ ભાર આપવામાં આવે તેમ જણાવ્યુ. આ સાથે જનજાગૃત્તિ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રક્તપિત્ત હોવા અંગેની તપાસ, (લેપ્રસી ડિટેક્શન), નિદાન, સારવાર સહિત વિવિધ બાબતોને શેઅર કરવી.
ભીંત ચિત્ર-વોલ પેઈન્ટિંગ, ટીવી શો, સ્લોગન અને રેલીના માધ્યમથી જાગૃત્તિ વધારવા માટે ઘટતું થઇ શકે તે માટે ઘટતું કરવા જણાવ્યુ હતુ. આ અભિયાન Together let us raise awareness, dispel misconceptions and ensure that no one affected by leprosy is left behind તરીકે યોજાશે.
‘સ્પર્શ’ રક્તપિત્ત નિર્મૂલન જાગૃત્તિ કાર્યક્રમ અભિયાનની જિલ્લા કો-ઓર્ડિનેશન સમિતિની બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોષી સહિત તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments