અમરેલી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત NRLM યોજનાઅન્વયે સ્વસહાય જૂથની બહેનોને આજીવિકા મળી

અમરેલીતા. ૩૦ જૂન૨૦૨૫ (સોમવાર) સ્વસહાય જૂથની બહેનોને ટકાઉ અને કાયમી રોજગારી મળે તે માટે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત NRLM યોજના અન્વયે લાભાર્થીને વિવિધ લાભ આપવામાં આવે છે.

અમરેલી જિલ્લા પંચાયત ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના હસ્તે “મંગલમ કેન્ટિન”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ, “મંગલમ કેન્ટિન”નું સંચાલન સૂર્ય સખી મંડળ પ્રતાપરાની બહેનો દ્વારા કરવામાં આવશે.

“મંગલમ કેન્ટિન”નું ઉદ્ઘાટન થતાં જિલ્લા પંચાયત અમરેલી કર્મચારીગણને કેમ્પસમાં જ ચા, નાસ્તા સહિતની સુવિધાઓ મળશે.

ઉલ્લેખનીય છે કે, એન.આર.એલ.એમ યોજના અન્વયે મહિલા સ્વસહાય જૂથને વિવિધ પ્રકારના ફંડનો લાભ આપવામાં આવે છે. જેમાં રિવોલ્વીંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ સહિતના વિવિધ ફંડ સામેલ છે.

મહિલા સ્વસહાય જૂથને નાણાકીય સગવડ પૂરી પાડી મહિલાઓને સ્વરોજગારી મળે તે માટે એન.આર.એલ.એમ. યોજના અન્વયે લાભનું વિતરણ કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણમાં આ યોજનાનો સિંહ ફાળો છે.

“મંગલમ કેન્ટિન”ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોષી, જિલ્લા આંકડા અધિકારી શ્રી ગોહિલ, ડી.એલ.એમ. શ્રી છાયાબેન ટાંક સહિતના અધિકારી શ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts